નવસારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીમાં આવેલી તપોવન સંસ્કાર ધામમાં અભ્યાસ કરતા 13 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. મહારાષ્ટ્રના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થતા શાળામાં અને બાળકના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડ્યો હોતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ બાબતે ખૂબ જ ચકચાર મચી જવા પામી હતી.


વિદ્યાર્થીનું થયું મોત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીના તપોવન સંસ્કાર ધામમાં 13 વર્ષીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું હતું. આ વિદ્યાર્થી છેલ્લા 3 વર્ષથી નવસારીની તપોવન સંસ્કાર ધામમાં રહીને ભણતો હતો. મહારાષ્ટ્રના સહાદાનો રહેવાસી 13 વર્ષીય મેઘ જૈનનું મોત નિપજ્યું હતુ. ગત રોજ સવારના સમયે વિદ્યાર્થી મેઘ જૈનને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી 13 વર્ષીય વિદ્યાર્થીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરિવારે લગાવ્ચો આરોપ

વિદ્યાર્થીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ વિદ્યાર્થી મેઘ જૈનનું મોત થયું હતું. મહારાષ્ટ્રના રહેવાસી મેઘ જૈનના મોતથી તપોવન સંસ્કાર ધામ અને તેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.તો વિદ્યાર્થીના પરિજનોએ આક્ષેપ કર્યો હતો કે,હોસ્પિટલ લઇ જવામાં મોડુ થતા મોત થઈ ગયું હતું. જોકે, વિદ્યાર્થીના શંકાસ્પદ મોતને લઈને નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આરંભી દીધી છે. તેમજ વિદ્યાર્થીનું મોત કેમ થયું એ અંગે પણ બાળકનું પીએમ કરવામાં આવ્યું હતું. જે બાદ સમગ્ર હકીકત બહાર આવશે.


  • Follow us on: