હાઈવે પર રોડ એક્સિડન્ટની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. હિટ એન્ડ રનની ઘટનાઓમાં પરિવારના બધા સભ્યોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટનાઓ બની છે. તો ઘણીવાર એક્સિડન્ટમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે નવસારીના ખેરગામમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ખેરગામના રુઝવણી ખાતે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતિ ઈજાગ્રસ્ત થયું હતી. જેમાં પતિનું મોત થયું હતું અને પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી.


હિટ એન્ડ રનની ઘટના

ખેરગામના રુઝવણી ખાતે દંપતિ પોતાના બાઈક પર સવાર થઈને જઈ રહ્યું હતું.તે દરમિયાન કારચાલકનો કાબૂ રહ્યો નહોતો. તેથી કાર બાઈક સાથે અથડાઈ હતી. જેથી કાર હવામાં ફંગોળાઈને પલ્ટી મારી ગઈ હતી. જેથી બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર વચ્ચે સર્જાયેલાં ગંભીર અકસ્માતમાં પતિ-પત્ની ઘાયલ થયા હતા. જોકે, વધુ ઈજાઓ પહોંચતા પતિનું મોત નિપજ્યું હતું.જે દરમિયાન પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

CCTV ફૂટેજ સામે આવ્યા

બાઈક અને કારના અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાય છે તેમ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જે દરમિયાન કાર પલ્ટી મારી ગઈ હતી. તે દરમિયાન કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જોકે ઘટનાના CCTVના આધારે પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો અગાઉ અમદાવાદમાં બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બની હતી. જેમાં આરોપી તથ્ય પટેલે જેગુઆર કાર ચલાવીને 9 લોકોને કચડી માર્યા હતા. જેને પોલીસે જેલ હવાલે કર્યો છે.


  • Follow us on: