પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને આંતકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી ભારતમાં રોષની લાગણી ફેલાઈ હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઓપરેશન સિંદુર હાથ ધર્યું હતું. જેમાં આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. જે સમયે ભારતને મિત્ર રાષ્ટ્રોએ સમર્થન કર્યું હતું. તો પાકિસ્તાનને પણ અઝરબૈઝાન અને તુર્કી જેવા દેશોએ સમર્થન કર્યું હતું. તો પાકને મદદ કરનાર તુર્કીનો નવસારીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. લાખોની કિંમતના આયાતિત ફળોનો નાશ કરીને અનોખો વિરોધ વેપારીઓએ નોંધાવ્યો હતો.
નવસારીમાં તુર્કીનો વિરોધ













