નવસારી જિલ્લામાં ખાખી વર્ધી ખરડાઈ છે. નવસારીમાં PSI અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. PSI એ.એમ વસાવાએ પ્રોહિબિશનના આરોપી પાસે જામીન મુક્ત કરવા માટે લાંચ માગી છે. આ લાંચની રકમ રૂપિયા 40,000 કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને આપવા જણાવ્યું હતું અને PSI વતી લાંચ સ્વીકારતો કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને ACBએ ઝડપી પાડ્યો છે. નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જ ACBએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો છે. જો કે ACB ટ્રેપ થતાં હાલમાં પીએસઆઇ વસાવા ફરાર થઈ ગયા છે.


પકડાયેલા આરોપીના નામ

1. અમૃતભાઇ મગનભાઇ વસાવા (PSI)

2. ચિરાગકુમાર સુરેશભાઇ રાઠોડ (કોન્સ્ટેબલ)

PSI સ્થળ પરથી થઈ ગયા ફરાર

આ કામના ફરીયાદીનું નામ પ્રોહિબીશનના ગુનામાં આરોપી તરીકે હોય જે કામે ફરીયાદીએ નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા, જે હુકમ મુજબ અટક કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી અમૃતભાઇ મગનભાઇ વસાવાએ રૂ.40,000ની માગણી કરી હતી. જે લાંચની રકમ આરોપી ચિરાગકુમાર સુરેશભાઇ રાઠોડને આપી દેવા જણાવ્યું હતું. આ લાંચની રકમ ફરીયાદી આપવા માગતા ન હતા અને એ.સી.બી.નો સંપર્ક કરી, પોતાની ફરિયાદ આપી હતી, જેના આધારે આજે લાંચના છટકાનું આયોજન કરીને લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે આરોપી અમૃતભાઇ મગનભાઇ વસાવા સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી ચિરાગકુમાર સુરેશભાઇ રાઠોડને લાંચની રકમ સ્વીકારતા સ્થળ ઉપરથી પકડી લેવામાં આવ્યા છે.  

  • Follow us on: