નવસારીમાં જૂની અદાવતમાં મારામારીની ઘટના સામે આવી છે, જેમાં મારામારીમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને મારામારીમાં ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે, નવસારી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.


નવસારી શહેરમાં મોડી રાત્રે બે ગેંગ વચ્ચે મારામારી થઈ

નવસારી શહેરમાં મોડી રાત્રે બે ગેંગ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, અને પોલીસે ગુનો નોંધીને તમામના નિવેદનો પણ લીધા છે, સામાન્ય વાત એટલી ઉશ્કેરી ગઈ કે લોકોએ એકબીજા પર હથિયારથી હુમલો કરી દીધો હતો અને પોલીસની તપાસમાં સામે આવ્યું કે જૂની અદાવતમાં આ મારમારી થઈ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરાન શેખ અને સિદ્ધુ થોરાટ સારવાર હેઠળ છે જ્યારે આસિફને અન્ય જગ્યાએ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

નવસારી શહેરમાં મોડી રાત્રે બે ગેંગ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના વિરાવળ જતા બોસ્ટન ટી સામે આશરે 12 વાગ્યે બની હતી. મારામારીમાં રેમ્બો ચપ્પુ સહિતના ધારદાર હથિયારોનો ઉપયોગ થયો હતો, જેના કારણે ઈજાગ્રસ્તોને વધુ ઈજા પહોંચી છે. સિદ્ધુ થોરાટ નામનો આરોપી શહેરમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલો છે. ભૂતકાળમાં મારામારીના એક કેસમાં વિઠ્ઠલ મંદિર વિસ્તારમાંથી તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.


  • Follow us on: