પોરબંદરમાં ગુનાખોરી એટલી હદે વધતી જાય છે કે લોકોને ઘરની બહાર નીકળતા ભય લાગે છે. પોલીસ પણ પોરબંદરની ગુના ખોરી અટકાવવા ક્યાંકને ક્યાંક નિષ્ફળ દેખાય છે, ત્યારે ફરી એકવાર લોકોનું હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. એક સગીરા પર ત્રણ શખ્સો જયરાજ દિલીપભાઈ સુંડાવદરા, જયરાજ દિલીપ સુંડાવદરા, મલ્હાર સિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને મેરુ જેઠા સીંધલે વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચરી ત્રણેય આરોપીઓએ સગીરાને હાથમાં તથા પગમાં સિગરેટના ડામ આપી ઈજા પહોંચાડી હતી.
સગીરાને નાસ્તો કરાવવાના બહાને લલચાવી વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા
ગાંધીભૂમિ પોરબંદરને લજવતી એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ચાર હવસખોરોએ 16 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતાં સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. નાસ્તો કરાવવાના બહાને લલચાવી વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા, મુખ્ય આરોપી જયરાજ દિલીપભાઈ સુંડાવદરા, મલ્હારસિંહ રઘુવીર સિંહ ચૌહાણ, રાજુ લખમણભાઇ મૂડિયાસિયા અને મેરુ જેઠાભાઈ સીંધલ નામની ચાર વ્યક્તિ કાળા કલરની ફોર-વ્હીલમાં આવ્યા હતા.
સગીરાના હાથ અને પગના ભાગે સિગારેટના ડામ આપવામાં આવ્યા
આરોપીઓ સફારી કારમાં સગીરાને લઈ ગયા હતા. સગીરાને આ પાર્ટી પ્લોટ ખાતે લઈ જવામાં આવી હતી. કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું અને શરીરે સિગારેટના ડામ દીધા સગીરાને કારમાં કેફી પીણું પિવડાવવામાં આવ્યું હતું અને પછી તેને પોરબંદરના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં જયરાજ, મલ્હાર અને રાજુ નામના ત્રણ શખ્સે વારાફરથી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી નરાધમોની હેવાનિયત અટકી નહોતી. તેમણે સગીરાના હાથ અને પગના ભાગે સિગારેટના ડામ દઈ તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર મામલે કુલ ચાર આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસે સંડોવાયેલા આરોપીને શોધવા બે ટીમ બનાવી હતી. 3 આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી, પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
2 આરોપીઓને જેલ હવાલે કરાયા
નરાધમોને કડકમાં કડક સજા થાય એવી માગ સમગ્ર પોરબંદર જિલ્લામાં ઉઠી છે. પરંતુ પોલીસે 4 માંથી 2 આરોપી મલ્હાર સિંહ ચૌહાણ અને મેરુ સિંધલને રિમાન્ડ માગ્યા વગર જેલહવાલે કરી દેવામાં આવ્યા અને આરોપી રાજુ લખમણભાઈ મૂળિયાસીયાનું રિકન્ટ્રકશન કર્યું, બાદમાં કોર્ટ પાસે પોલીસે રાજુના 2 દિવસના રિમાન્ડ માગતા કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા. સામુહિક દુષ્કર્મના મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરાને પોરબંદર LCB દ્વારા અમદાવાદના S.G હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં પોરબંદર LCBએ આરોપી જયરાજને ઉદ્યોગ નગર પોલીસને સોંપી દેવાયો, LCB અને ઉદ્યોગ નગર પોલીસ દ્વારા જયરાજને જાહેરમાં માફી મગાવી હતી.