પોરબંદરમાં રખડતા પશુઓને પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમને કડવો અનુભવ થયો છે. મનપાએ પકડેલા પશુઓને બળજબરીથી છોડાવી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં, એક કર્મચારીનું અપહરણ કરી ટ્રેક્ટર પર છોડાવી લેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.
મનપાએ પકડેલા પશુ બળજબરીથી છોડાવ્યા













