પોરબંદરના રાણા કંડોરણા ગામે લૂંટની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં ગળે છરી મુકી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. કારમાં આવેલ 6 શખ્સોએ 25 તોલા સોનુ,1 લાખ રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ પોરબંદર પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી.


રાણા કંડોરણા ગામે લૂંટની ઘટના 

પોરબંદરના રાણા કંડોરણા ગામે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં એક વૃદ્ધના ગળે છરી રાખી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. કારમાં આવેલ અજાણ્યા 6 જેટલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે. વૃદ્ધ પાસેથી 25 તોલા જેટલું સોનુ અને 1 લાખ રોકડ રકમની લૂંટ કરી આરોપીઓ ફરાર થયા છે.

વૃદ્ધના ગળે છરી રાખી લૂંટને અંજામ

રાણા કંડોરણા ગામે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોરબંદર LCB સહિતની પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: