પ્રાંતિજના શહેર ભાજપ પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ સામે આક્ષેપ લાગ્યા છે કે તે યુવતીને ભગાડી ગયો છે, યુવતીને બ્લેકમેલ કરીને ભગાડી ગયાનો પરિવારનો આક્ષેપ છે, યુવતીના પરિજનો સહિતના લોકો પ્રાંતિજ પોલીસ મથકે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, અને અમારી દીકરી પરત લાવો તેને લઈ માગ કરી છે.


યુવતી બે દિવસથી ગુમ છે

પ્રાંતિજ ભાજપના પ્રમુખ યુવતીની ભગાડીને લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, બે દિવસથી તેમની પુત્રી મળી આવી ન હતી જેના કારણે પરિજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો છે, પોલીસ યુવતીને શોધતી નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો પોલીસે આશ્વાસન આપ્યું છે કે તમારી દીકરીને શોધી લાવીશું, પણ પોલીસ ભાજપના આ પ્રમુખને શોધતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે દીકરી પરત આવી જાય તેવી માગ પોલીસ સાથે આ પરિજનોએ કરી છે.

લગ્નની લાલચે દીકરી લઈ ગયો હોવોના પરિજનોનો આક્ષેપ

પોલીસે આ મામલે અરજી લીધી છે પણ અરજીના આધારે કામગીરી કરતી નથી તેવો આક્ષેપ પણ પરિજનોઓ કર્યો છે, પરિજનોનું કહેવું છે કે, પ્રાંતિજ ભાજપના પ્રમુખનું મોબાઈલ લોકેશન નીકાળવામાં આવે તો સત્યતા સામે આવશે, એક દીકરી ગુમ થઈ જાય ત્યારે પરિજનો પર શું વિતતી હોય તે તો પરિજન જ જાણે પરંતુ સાબરકાંઠા પોલીસ અને પ્રાંતિજ પોલીસ આ કેસનું નિરાકણ લાવો તે જરૂરી છે, દિકરીના માતા-પિતાના આંખના આંસુ સુકાતા નથી, અને આ પ્રાંતિજ ભાજપના પ્રમુખને પણ તેમને ઈજ્જત વ્હાલી નથી અને આવું કામ કર્યું ? પોલીસના સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે, અલગ-અલગ જ્ઞાતિના કારણે આ વિવાદ વધ્યો છે. 


  • Follow us on: