શહેરના રાજમાર્ગ ગણાતા યાજ્ઞિક રોડ પર આવેલી ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શાળાના પરિસરમાં માસૂમ સગીરો સાથે હેવાનિયત આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સંસ્થાના પરિસરમાં કાર્યરત પાણીના પ્લાન્ટમાં મજૂરી અર્થે રાખવામાં આવેલા બે સગીરો પર પ્લાન્ટ સંચાલક અને તેનો મિત્ર અવારનવાર સૃષ્ટિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કૃત્ય આચરી નિર્દોષતાને પીંખી હોવાની ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
બે સગીરો આ પ્લાન્ટમાં મજૂરી કામ કરતા
શહેરમાં રહેતા ભોગ બનનાર સગીરના નાનીએ એ ડીવીઝન પોલીસમાં જયેશ પ્રાણલાલ મજેઠીયા, અને તેનો મિત્ર સંદિપ વિનોદ કણસાગરા ઉર્ફે લાલો પટેલ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ભોગ બનનાર ૧૫ અને ૧૭ વર્ષના બે સગીરો આ પ્લાન્ટમાં મજૂરી કામ કરતા હતા. ત્યારે આરોપી સંદિપ કણસાગરા ઉર્ફે લાલો પટેલ અને જયેશ મજેઠીયા આ માસૂમોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને ચોકલેટની લાલચ આપતા હતા. એટલું જ નહીં, જો આ બાબતે કોઈને જાણ કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ડરાવવામાં આવતા હતા. આ નરાધમો છેલ્લા ઘણા સમયથી સગીરો પર પોતાની હવસ સંતોષતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.













