રાજકોટના જસદણમાં વિંછીયાના હિંગોળગઢ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, તો 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, સાથે સાથે કાર ચાલકે યુવતીઓ અને મહિલાઓને અડફેટે લીધી છે, એક મહિલાને ગંભીર રીતે ઈજા પહોંચી છે, સાથે સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


વિંછીયા ગામે કેટરસનું કામ કરવા માટે મહિલાઓ ગઈ હતી

વિંછીયાના હિંગોળગઢ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 11 જેટલી યુવતીઓ અને મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે જેમાંથી 2 મહિલાના મોત 1 ને ગંભીર ઈજા પહોંચી છે, મહિલાઓ કેટરીંગનું કામ કરવા માટે ગઈ હતી અને કામ પતાવીને પરત ફરી રહી હતી તે દરમિયાન રિક્ષામાંથી તેઓ ઢાળ હોવાથી નીચે ઉતરી ગઈ અને તે દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલી કારે મહિલાઓને અડફેટે લીધી હતી, અને અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો, સ્થાનિકોએ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

યુવતીઓ અને મહિલાઓ મળીને કુલ 15 લોકો હતા જેમાં ઘટના સ્થળે શાંતુબેન અશોકભાઈ ગોહિલ ઉંમર વર્ષ 52, રૂપાબેન જયંતીદાસ ગોંડલીયા ઉંમર વર્ષ 40નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તમામ ઇજાગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલ 108 મારફતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તનો જસદણ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, તમામ યુવતીઓ અને મહિલાઓ જસદણના રહેવાસી છે, વિંછીયા પોલીસ દ્વારા અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા માટે તજ વીજ હાથ ધરી છે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.


  • Follow us on: