રાજકોટના પૂર્વ થોરાળા વિસ્તારમાં રહેતી યુવતીને અને યોગેશ નામના યુવક સાથે પ્રેમ લગ્ન થયા હતા. પતિ પત્ની વચ્ચે એક સપ્તાહ પહેલા ઝગડો થતા યુવતી ઘર છોડીને ચાલી ગઈ હતી.ત્યાર બાદ તેણે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મામલે યુવતીના સગાની ફરિયાદના આધારે પોલીસે પતિ યોગેશની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


નાની-નાની બાબતોમાં ઝઘડાઓ થતા હતા

રાજકોટ ઈસ્ટ ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી રાજેશ બારીયાએ કહ્યું હતું કે, મૃતક ના અમદાવાદ ખાતે રહેતા સગા પ્રથમસિંહ ઝાલા દ્વારા પોતાના બનેવી યોગેશ બોરીચા વિરુદ્ધ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બાદ ભાગી છુટેલા આરોપી યોગેશને પકડવા માટે જુદી જુદી ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઇન્ટેલિજન્સના માધ્યમથી શોધખોળ હાથ ધરવામાં આવતા રાજકોટ ખાતેથી તે મળી આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા એક મહિનાથી પતિ પત્ની વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડાઓ થતા હતા.

યોગેશ પત્નીની બહેનપણીના ઘરે પહોંચ્યો હતો

તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, બંને વચ્ચે સતત માથાકૂટ થતી હતી. જેના કારણે યોગેશની પત્ની છેલ્લા ચાર દિવસથી પોતાનું સાસરીયુ છોડીને પોતાની બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી.જેથી છેલ્લા ચાર દિવસથી યોગેશ પોતાની પત્નીને ફોન કરીને ઘરે પરત આવવા માટે જણાવતો હતો. ફોન પર કહેતો હતો કે જો તુ પરત નહીં આવે તો જોયા જેવી થશે. રવિવારના રોજ યોગેશ પત્નીની બહેનપણીના ઘરે પહોંચ્યો હતો.

છરી વડે પોતાની પત્નીને ઘા મારી રહેંસી નાંખી

ત્યારબાદ બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી અને યોગેશે પોતાની પાસે રહેલ છરી વડે પોતાની પત્નીને પાંચથી વધુ ઘા ઝીંકી તેની નિર્મમ હત્યા કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ હિસ્ટ્રીશીટર હોવાનું સામે આવ્યું છે.તેના વિરુદ્ધ અગાઉ 8થી વધુ ગુના મારામારી તેમજ પ્રોહિબિશન સહિતના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.આરોપી છૂટક મજૂરી કામકાજ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Dwarka News: AXIS Bankમાં 97 લાખનું ગોલ્ડ લોન કૌભાંડ, મેનેજરે 10 લોકો સામે ફરિયાદ નોંધાવી

  • Follow us on: