દેવભૂમી દ્વારકામાં ખાનગી બેંકમાં લાખો રૂપિયાના ગોલ્ડ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમગ્ર ઘટનાને લઈને શહેરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બેંકના મેનેજરે આ કૌભાંડમાં 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં લોન લેનારા 9 અને બેન્કના એક વેલ્યુઅલરનો સમાવેશ થાય છે. પોલીસે બેંકના મેનેજરની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
મેનેજરે 10 લોકો સામે ફરિયાદ નોંધાવી
દ્વારકા શહેરમાં એક્સિસ બેંકમાં 97 લાખ રૂપિયાના ગોલ્ડ લોન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ મામલે બેંકના મેનેજરે લોન લેનારા 9 અને એક બેંકના વેલ્યુઅર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કહ્યું હતું કે, આરોપીઓએ આર્થિક લાભ મેળવવાના સુયોજિત કાવતરાં હેઠળ ઓછી ગુણવત્તાવાળું અને ઓછા કેરેટનું સોનું બેન્કમાં રજૂ કર્યું હતું.













