દેવભૂમિ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. જામ ખંભાળિયા શહેરમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના બજાણા રોડ પર એક બાઇકચાલકને આખલાએ અડફેટે લીધો હતો. જે કારણે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જે બાદ બાઈકચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જામ ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો
હાલ રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી ઘણા શહેરોના નાગરિકો પીડાઈ રહ્યા છે. રખડતા ઢોરને કારણે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. આવામાં દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. જ્યાં એક આખલાએ બાઈકચાલકને અડફેટે લીધો હતો.













