રાજકોટમાં બે ઈજનેરને 50 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા છે. લોક મેળામાં ફિટનેસનું સર્ટિફિકેટ આપવા લાંચ માગી હતી. એસીબીએ લાંચના ગુનામાં બે ઈજનેર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રકઝકના અંતે 50 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું
ફરીયાદીએ ભાગીદારીમાં સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં યાંત્રીક રાઇડસનો ધંધો કરતા હોવાથી અને અગાઉ ફરીયાદીએ ભાગીદારીમાં રણુજા ખાતેના લોકમેળામાં યાંત્રીક ચકડોળ (રાઇડસ)નો ધંધો કર્યો ત્યારે બે ઈજનેરો ચેકિંગમાં ગયેલા ત્યારે ફરીયાદીને યાંત્રીક ચકડોળનુ ફીટનેસ સર્ટી આપવા માટે એક લાખ રૂપિયાની લાંચ આપવા કહ્યું હતું. ત્યાર બાદ રકઝકના અંતે 50 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.













