રાજકોટના ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે 52 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. રોડ સહિતના કામો બતાવીને નાણાંનો દુરુપયોગ કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ગોંડલ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તે કોટડાસાંગાણીના ઉપ સરપંચ છે.


ગોંડલમાં પૂર્વ MLAના પુત્ર સામે સામે ફરિયાદ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના પુત્ર ધવલ વઘાસિયા સામે તાલુકા વિકાસ અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ખુદ અધિકારીએ ફરિયાદ કરતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. ધવલ વઘાસિયા સામે રોડ સહિતના કામો બતાવી નાણાંનો દુરૂપયોગ કર્યો હોવાની ફરિયાદ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે.

રોડ સહિતના કામો બતાવીને છેતરપિંડીની કરી

ગોંડલ તાલુકાના કોટડા સાંગાણીના ઈન્ચાર્જ સરપંચ સામે નાણાંનો દુરુપયોગ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. તેમણે ખોટા રેકર્ડ પર છેતરપિંડી આચરી છે. તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોટડા સાંગાણી વિસ્તારમાં રોડ રસ્તા સહિત અલગ અલગ કામોમાં રૂપિયા 52 લાખની ગીરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.  

  • Follow us on: