રાજકોટના ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે પૂરપાટ દોડી આવતી BMW કારે ટુ વ્હીલરને અડફેટે લેતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકની ઉંમર આશરે 20 વર્ષ જેટલી છે. આત્મન પટેલ નામનો યુવક કાર ચલાવી રહ્યો હતો. જ્યારે અકસ્માતમાં અભિષેક નામના યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક પોલીસ સ્ટેશન હાજર થયો હતો.


કારચાલકના પિતા અક્ષય પટેલ છે ઉદ્યોગપતિ

રાજકોટ ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ કહ્યું હતું કે, પોલીસે BMW કાર ચાલક આત્મન પટેલની અટકાયત કરી છે. કાર ચાલકના પિતા અક્ષય પટેલ ઉદ્યોગપતિ છે. આ કાર અક્ષય પટેલના નામથી આરટીઓમાં રજિસ્ટર થયેલી છે. પોલીસ કારની સ્પીડ જાણવા માટે FSLની મદદ લેશે. પ્રાથમિક દ્રષ્ટિએ કાર ઓવર સ્પીડમાં હોવાનું અનુમાન છે. પોલીસે આ અકસ્માતની ઘટનામાં ઓવર સ્પીડ અને MVAની કલમ મુજબ ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે. પોલીસ હવે ઓવર સ્પીડ કાર ચાલકો અને અકસ્માતના બનાવો અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરશે.

કાર 120થી 150ની સ્પીડે હોવાનું અનુમાન છે

રાજકોટમાં રફતારના રાક્ષસ સામે લોકોમાં રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે, બેફામ સ્પીડે કાર દોડાવતા નબીરાઓ પર કંટ્રોલ જરૂરી છે. હવે રાત્રે પરિવારને લઈને બહાર નીકળતા પણ ડર લાગે છે. જેથી આવા રફતારના રાક્ષસો સામે આકરા પગલાં લેવા જરૂરી છે. કાર ચાલકે કાર અથડાવીને એક્ટિવા ચાલકને એકથી દોઢ કિ.મી સુધી ઢસડ્યો હતો.

  • Follow us on: