રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનવું સગીરા માટે દોજખ બન્યું છે, ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરા ઉપર અટલ સરોવર પાસેના ફ્લેટમાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે, ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્ર બનેલી સગીરા ઉપર મોરબીમાં રહેતી યુવતીની મદદથી દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ અને યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


ચાર આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી

શહેરમાં સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરીચયમાં આવેલી બહેનપણીના પરીચીતે તેને પ્રેમજાળમાં ફસાવી મળવા બાલાવી અટલસરોવર પાસે એક ફલેટમાં લઈ જઈ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં તેના ઘર પાસેથી બહેનપણી એ મોરબી લઈ જતા તેના ભાઈએ મારી સાથે ફેન્ડશીત રાખવી છે કહી બિભત્સ છેડછાડ કરી હોવાની સગીરાની માતાએ ફરીયાદ કરતા ભકિતનગર પોલીસે યુવતી સહીત ચાર સામે પોકસો સહીતનો ગુનો નોધી ચાર આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.

ઈન્સ્ટાગ્રામ મારફતે મોરબી રહેતી સમીના નામની યુવતી સાથે પરીચય થયો હતો

કોઠારીયા રોડ પર રહેતા પરીવારની સગીર વયની પુત્રી તેના ઘેરથી બાજુની દુકાને વસ્તુ લેવા જવાનુ કહી નિકળ્યા બાદ પરત ઘેર નહી આવતા તેના પરીવારે તેની શોધખોર કરી તપાસ કરતા સગીરાના ફોન પર ઈન્સ્ટાગ્રામ પર મોરબીથી સમીના બોલતી હોવાનુ અને તેની પુત્રી તેના ઘેર હોવાનુ જણાવતા પરીવારે મોરબી જઈ તેની પુત્રીને તેડીને ઘેર આવ્યા હતા. બાદમાં સગીરાને તેની માતાએ સમજાવી પુછતા તેને એક વર્ષ પુર્વે ઈન્સ્ટાગ્રામ મારફતે મોરબી રહેતી સમીના નામની યુવતી સાથે પરીચય થયો હતો બાદમાં બન્ને ફોનમાં વાતચીત કરતા હતા અને બહેનપણી થતા સમીનાએ તેના પરીચીત સતીષ ગોહેલ સાથે અવાર નવાર વાત કરાવતી હતી અને સતીષ પણ તેને ફોન કરી વાત કરતો હતો.

ઈન્સ્ટાગ્રામ નંબર આપી તેની સાથે વાત કરાવી તેની સાથે ફેન્ડસીપ રાખવાનુ કહ્યું હતુ

બાદમાં બેસતા વર્ષમાં સમીનાએ ફોન કરી અમે રાજકોટ આવતા હોવાનુ જણાવ્યુ હતુ અને ઘર પાસે સતીષ અને સમીનાનો બોયફ્રેન્ડ ફૈઝાન તેને બાઈક પર તેડી ગયા હતા અને અટલ સરોવર પાસે લઈ ગયા હતા ત્યા સમીના અને તેનો બોયફ્રેન્ડ જતા રહેતા અમે એકલા બેઠા હતા તે સમયે સતીષ તે વિસ્તારમાં એક ફ્લેટએ લઈ ગયો હતો અને મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં ત્રણેય મને રાત્રીના ઘેર મુકી ગયા હતા. દરમ્યાન મને સમીનાએ ફોન કરી સમીનાએ રાજકોટ આવતા હોવાની વાત કરી હતી જેથી સગીરા ઘર પાસે હતી તે સમયે બહેનપણી અને તેનો બોયફ્રેન્ડ બાઈકમાં આવી તેને મોરબી લઈ ગયા હતા. જયા તે સમીનાના ઘેર રોકાઈ હતી સમીનાએ તેના ભાઈ આફતાબનુ ઈન્સ્ટાગ્રામ નંબર આપી તેની સાથે વાત કરાવી તેની સાથે ફેન્ડસીપ રાખવાનુ કહ્યું હતુ. 

  • Follow us on: