રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે શ્રમિક પરિવારની એક 6 વર્ષની બાળકી સાથે હૃદય કંપાવી દે તેવી ક્રૂરતાભરી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનાએ દિલ્હીની નિર્ભયાની ઘટનાને તાજી કરી દીધી હતી. આ ઘટનામાં હવસખોરની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે.
ચોકલેટની લાલચ આપીને પાણીની ટાંકી પાસે લઈ ગયો
આ ઘટના અંગે એસપી વિજય ગુર્જરે કહ્યું હતું કે, આરોપીએ શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકીના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડીને ઈજા પહોંચાડી છે. તે બાળકીને ચોકલેટની લાલચ આપીને પાણીની ટાંકી પાસે લઈ ગયો હતો. આરોપી સામસિંગ મધ્યપ્રદેશના અલિરાજપુરનો રહેવાસી છે. તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ બાળકી બે દિવસ સુધી ગુમસુમ રહેતી હતી. આઠમી ડિસેમ્બરે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે 140 જેટલા લોકોની પુછપરછ કરી હતી.













