રાજકોટ શહેરના પાણીના સંકટને ટાળવા માટે મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 1 જાન્યુઆરીથી આજી અને ન્યારી ડેમમાં નર્મદા નદીનું પાણી છોડવામાં આવશે. રાજકોટ મનપાએ ઉનાળા દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે હેતુથી સિંચાઈ વિભાગ પાસે 3150 MCFT પાણી છોડવા માટે સત્તાવાર માંગણી કરી છે.
ઉનાળુ પાણીની ચિંતા ટળી
હાલમાં રાજકોટ શહેરને મુખ્યત્વે આજી અને ભાદર ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને જળાશયોના સ્તર જાળવી રાખવા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી નર્મદાનું પાણી ડેમમાં આવવાથી શહેરવાસીઓને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળશે.













