વલસાડમાં માનવતાને શર્મસાર કરનારો અત્યંત દુઃખદ અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દિવ્યાંગ યુવતીને હવસનો શિકાર બનાવવામાં આવી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર બીજું કોઈ નહીં, પણ યુવતીનો પરણિત પાડોશી જ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નરાધમ પાડોશીએ 19 વર્ષીય દિવ્યાંગ યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પરિણામે યુવતી ગર્ભવતી બની હતી.
માણસાઈ મરી પરવારી
આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે યુવતીની તબિયત બગડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ ખાતે તપાસ દરમિયાન ડોક્ટરોએ યુવતી ગર્ભવતી હોવાનું નિદાન કર્યું, જેના પગલે સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પાડોશી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













