શહેરમાં મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે સામ-સામે ફાયરીંગની ઘટના બાદ પોલીસે પેંડા ગેંગના સાત શખસોનુ સરઘસ કાઢ્યા બાદ મુરથા ગેંગના ત્રણ શખસોને ઘટનાસ્થળે લઈ જઈ લોકો સામે હાથ જોડાવી માફી મંગાવી હતી. બનાવમાં પોલીસે પેંડા ગેંગના ભયલુને હથીયાર આપનાર લક્ષ્મીવાડીના શખસને દેશી પિસ્તોલ સાથે પકડી લઈ વધુ તપાસમાં પેંડા ગેંગને આશરો આપનાર વધુ બે શખસોને ધરપકડ કરી તેની આકરી પુછતાછ કરી છે.
પોલીસે વધુ બે આરોપીઓની કરી ધરપકડ
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મંગળવારની મધરાત્રીના મંગળારોડ પર પેંડાગેંગના ભયલુ ગઢવી સહીતની ટોળકીએ જંગલેશ્વરના મુરઘા ગેંગ પર અંધાધુંધ ફાયરીંગ કર્યા બાદ સામે મુરધા અને સંજલાએ અંધાધુંધ ફાયરીંગ કર્યાના બનાવમાં એડીવીઝન પોલીસે બન્ને જુથ્થના 11થી વધુ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમ્યાન એસઓજીના પીઆઈ જાડેજા સહીતના સ્ટાફે હર્ષદિપસિંહ ઉર્ફે મેટીયો સત્યકિસિંહ ઝાલા,ભયલુ ઉર્ફે જીતેશ દિનેશભાઈ રાબા,જૈવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા,હિંમત ઉર્ફે કાળુ અમુદાન સાંગા, લકીરાજસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા,મનીષદાન નવલદાન બાદાણી અને પરીમલ ઉર્ફે પરીયો ત્રિભોવનભાઈ સોલંકીની ધરપકડ કરી છે.













