રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પુત્રએ પારિવારિક ઝઘડામાં પોતાના જ પિતાની હત્યા કરી નાખી છે. આ ઘટનાએ ગુરુજીનગર આવાસ વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર આવાસ ખાતે આ દુઃખદ બનાવ બન્યો હતો. મૃતક પિતાનું નામ કલ્પેશ વ્યાસ છે. જ્યારે હત્યા કરનાર પુત્રનું નામ ઋષભ વ્યાસ છે. પિતા કલ્પેશ વ્યાસ અને પુત્ર ઋષભ વ્યાસ વચ્ચે કોઈ પારિવારિક બાબતે તીવ્ર ઝઘડો થયો હતો.


પરિવારિક ઝગડો હત્યામાં પલટાયો

આ સામાન્ય પારિવારિક ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે તેણે હત્યાનું સ્વરૂપ લઈ લીધું. રોષે ભરાયેલા પુત્ર ઋષભે આવેશમાં આવીને પોતાના પિતા કલ્પેશ વ્યાસ પર હુમલો કર્યો હતો. જેના કારણે કલ્પેશ વ્યાસનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ગુરુજીનગર આવાસ ખાતે દોડી આવ્યો હતો.

સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસની ઘટના

પોલીસે મૃતદેહને પીએમ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્ર ઋષભ વ્યાસને ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પારિવારિક સંબંધોને લજવનારી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચર્ચાનો વિષય બન્યો છે.


  • Follow us on: