અમદાવાદમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે તેના પગમાં ગોળી મારી હતી. હવે આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે. આટકોટમાં સાત વર્ષની બાળકી સાથે ક્રુરતા કરનારને લઈને પોલીસ પંચનામુ કરવા પહોંચી હતી. આ દરમિયાન આરોપી પોલીસ પર હુમલો કરી ફરાર થવા જતો હતો. ત્યાં પોલીસે તેની પર ફાયરિંગ કર્યું હતું.
પોલીસે ભાગવા ગયેલા આરોપી રામસિંગ પર ફાયરિંગ કર્યું
રાજકોટમાં નાની બાળકી પર દુષ્કર્મ ગુજારનારે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ ગ્રામ્યમાં પોલીસે દુષ્કર્મી પર ફાયરિંગ કર્યુ હતું. પંચનામા બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પંચનામું સહિતની કામગીરી માટે પોલીસ પહોંચી હતી.પરત ફરતા સમયે આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. પોલીસે ભાગવા ગયેલા આરોપી રામસિંગ પર ફાયરિંગ કર્યું હતું. હેડ કોન્સ્ટેબલ અને આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતાં.













