ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. રાજકોટમાં 15 વર્ષની સગીરાને ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી પીંખી નાંખવાનો બનાવ સામે આવ્યો છે. કોંગ્રેસના અગ્રણી અને ફિલ્મના ડાયરેક્ટરે સગીરાને ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સામે અગાઉ પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
સગીરાને ગુજરાતી ફિલ્મમા રોલ આપવાની લાલચ આપી હતી
રાજકોટમાં દુષ્કર્મના આરોપી જયેશ ઠાકોરે સગીરાને ગુજરાતી ફિલ્મમા રોલ આપવાની લાલચ આપી હતી. તે સગીરાને પોતાના સ્ટુડિયો સહિત કેટલીક જગ્યાએ લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતે અનેક ફિલ્મોમા લીડ રોલ કર્યો હોવાનો દાવો કર્યો હતો. પોલીસ તપાસમાં તેની સામે 2016માં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે.













