રાજકોટમાં કોરાટ ચોક નજીક ઢુંવા ફાટક પાસે ટ્રેનની અડફેટે બે લોકોના મોત થયા છે. સુનિલ મકવાણા અને સૌરભ સોલંકી નામના બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શાપરના કારખાનામાં કામ કરીને બંન્ને ઘરે જતા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. પરંતુ પોલીસ તપાસમાં અન્ય માહિતી સામે આવી છે. આ બને યુવાનો રેલવે ટ્રેક પર માથું નાખીને સુતા હતા. તે દરમિયાન ટ્રેન પસાર થતાં તેમનું મોત થયુ હતુ. ક્યાં કારણોસર રેલવે ટ્રેક પર આ યુવાનો ગયા હતા. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


યુવાનોના મોતની ગુત્થી

રાજકોટમાં ટ્રેનની અડફેટે બે યુવાનોના મોત થયાની માહિતી સામે આવી છે. સુનિલ મકવાણા અને સૌરભ સોલંકીના મોતની તપાસ પોલીસે શરુ કરી છે. કોરાટ ચોક નજીક ઢુંવા ફાટક નજીકની ઘટના બની હતી. બન્ને મિત્રો કારખાનામાં રાતપાળી કરવા રોકાયા હતા. અને બાદમાં રેલવે ટ્રેક પર સૂતા હતા ત્યારે ટ્રેનની અડફેટ આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે તપાસ કરતા જણાવ્યુ છે કે, રેલવે ટ્રેક પર આ યુવાનો કેમ ગયા હતા. શું કોઇ કારણ જવાબદાર છે કે નહીં. તે અંગે પોલીસે કાર્યવાહી શરુ કરી છે. બંન્ને મિત્રો રાજકોટના નવા થોરાળાના રહેવાસી હતા. પરિવારને જાણ કરાતા તેઓ દુઃખમાં સરી પડ્યા હતા.

પોલીસ તપાસ શરુ કરાઇ

રાજકોટમાં પોલીસે યુવાનોના મોત મામલે તપાસ શરુ કરી છે. તેઓના કામની જગ્યા, તેમના મિત્રો અને પરિવારજનો સાથે પૂછપરછ શરુ કરી છે. ત્યારે આ મોત અકસ્માત છે કે પછી આત્મહત્યા તે અંગેની ગુત્થી ઉકેલવા પોલીસે એડીચોટીનું બળ લગાવ્યુ છે.  

  • Follow us on: