રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં બે યુવાનોએ એસિડ પી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બંને યુવાનોએ ગતમોડી રાત્રે એસિડ પી આપઘાત કર્યો. આ ઘટનાની પોલીસને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને યુવાનોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા. જ્યાં સારવાર દરમિયાન બંને યુવાનનું મોત નિપજયું. આ ઘટના વિચિત્ર એટલે છે કે બંને યુવાનો મિત્ર છે અને તેમણે એકસાથે એસિડ ગટગટાવ્યું. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.
નવયુવાનોએ પોતાનું જીવન ટૂંકાવ્યું
રાજ્યમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા વધ્યા છે. આની પાછળનું કારણ બદલાયેલી જીવનશૈલી હોવાનું ડોક્ટરો જણાવે છે. યુવાનોમાં આજે માનસિક તણાવ વધારે જોવા મળે છે. અને તેના કારણે કેટલીક વખત યુવાનો આપઘાત પણ કરે છે. 3 જુલાઈ ગુરૂવારના રોજ શાપર વેરાવળ ખાતે બે નવયુવાનોએ પોતાનું જીવન ટૂંકાવ્યું ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. આ બંને મિત્રો છે અને તેમના નામ યુવરાજ રાઠોડ અને વિશાલ પરમાર હોવાનું સામે આવ્યું. યુવરાજ અને વિશાલે શાપર વેરાવળ ખાતે પાન હાઉસ પર એકસાથે એસિડ ગટગટાવ્યું હતું.
જિંદગીથી કંટાળી આપઘાત કરવાનું અનુમાન
એસિડ પીધા બાદ યુવરાજ રાઠોડે પરિવારજનોને ફોન કરીને જાણ કરી હતી. આ મામલાની જાણ થતાં જ બંને યુવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં એક દિવસની ટૂંકી સારવારમાં શુક્રવારની રાત્રિએ સિવિલ હોસ્પિટલ ખાતે બંને મિત્રોના મોત નીપજ્યા. 17 વર્ષીય યુવરાજ, 19 વર્ષીય વિશાલના આપઘાત મામલાની પોલીસ તપાસ શરૂ કરી. જેમાં સામે આવ્યું કે આત્મહત્યા કરતા પૂર્વે યુવરાજ રાઠોડે વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું. યુવરાજે જિંદગીથી કંટાળી આપઘાત કરવાનું મિત્ર વિશાલને કહેતા વિશાલે પણ આપઘાતમાં સાથ આપ્યો. જો કે પોલીસ આ મામલે તપાસ કરશે કે યુવાનોએ આખરે કયા દબાણ હેઠળ જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો.