સુરતમાં ફિલ્મી ઢબે પરણિતાનું અપહરણ થતાં ખળભળાટ મચી ગયો હતો. મળેલી માહિતી મુજબ સચિન GIDC વિસ્તારમાંથી પસાર થઇ રહેલી પરણિતાનું અપહરણ તેના પૂર્વ પતિ રાકેશ કિરાડ દ્વારા કરાયું હતું. આ અપહરણની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી. પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને છોટાઉદેપુર ચેક પોસ્ટ પરથી અપહરણકારના ચુંગાલમાંથી મહિલાને છોડાવી હતી અને અપહરણ કરનારા મહિલાના પૂર્વ પતિને ઝડપી લીધો હતો.
પૂર્વ પતિએ મહિલાનું અપહરણ કર્યું
સુરત શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં શુક્રવારે સાંજે એક મહિલા નોકરી પરથી છૂટીને ઘર તરફ જઇ રહી હતી ત્યારે રસ્તામાં તેનો પૂર્વ પતિ રાકેશ કિરાડ અચાનક જ બોલેરો લઇને ધસી આવ્યો હતો અને મહિલા કંઇ સમજે તે પહેલાં જ તેને બળજબરીથી બોલેરો પીકઅપ વાનમાં બેસાડીને તેનું અપહરણ કર્યું હતું અને પીકઅપ વાન લઇને ભાગી છુટ્યો હતો.
દોઢ વર્ષ પહેલા તેના પતિ રાકેશ સાથે છૂછાછેડા
પોલીસના જણાવ્યા મુજબ આ મહિલાને દોઢ વર્ષ પહેલા તેના પતિ રાકેશ સાથે છૂછાછેડા થયા હતા અને ત્યારબાદ તે અલગ રહેવા લાગી હતી. અને સાંજના સમયે નોકરી પરથી છુટીને તે ઘર તરફ જઇ રહી હતી ત્યારે પૂર્વ પતિ રાકેશે તેનું અપહરણ કર્યું હતું ઘટનાના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
છોટાઉદેપુરના ખેરકુવા ચેક પોસ્ટ પાસેથી ઝડપાઇ ગયો
ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આસપાસના સીસી ટીવી ફૂટેજ ચેક કરીને બોલેરો પીકઅપવાનનો નંબર મેળવ્યો હતો અપહરણ કરાયેલી મહિલાના ભાઇએ પોલીસમાં આ મામલે ફરિયાદ કરી હતી પોલીસે સમગ્ર વિસ્તારમાં વાહન ચેકીંગ અને નાકાબંધી કરી હતી. પોલીસે આસપાસના જિલ્લાઓને પણ જાણ કરી હતી અને તેના દ્વારા અપહરણકાર રાકેશ છોટાઉદેપુરના ખેરકુવા ચેક પોસ્ટ પાસેથી ઝડપાઇ ગયો હતો અને પોલીસે તેની પાસે બળજબરી રહેલી મહિલાને મુક્ત કરાવી હતી
રાકેશ પોતાની પૂર્વ પત્ની સાથે ફરી રહેવા માંગતો હતો
પોલીસે ત્યારબાદ રાકેશની પુછપરછ શરુ કરી હતી જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે છૂટાછેડા થયા હોવા છતાં રાકેશ પોતાની પૂર્વ પત્ની સાથે ફરી રહેવા માંગતો હતો અને તેથી તેણે બળજબરી લઇ ગયો હતો. મહિલા અને રાકેશને સંતાનમાં 1 દિકરી પણ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી