દિલ્હીમાં કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં બાળકની હત્યા કરીને ફરાર થઇ ગયેલા તેના જ માસિયાઇ ભાઇ વિકાસ શાહની પોલીસ શોધખોળ કરી રહી છે પણ હજું પકડાયો નથી. વિકાસ શાહ સતત લોકેશન બદલી રહ્યો છે. વિકાસે માસીયાઇ ભાઇ એવા 3 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરીને હત્યા કરી હતી.
વિકાસ વારંવાર લોકેશન બદલી રહ્યો છે
મળેલી માહિતી પ્રમાણે મૃતક બાળકના ઘરે રહેવા બાબતે ઝગડો થયો હતો અને ઝઘડો થતા આરોપીએ બાળકનું અપહરણ કર્યુ હતું જેથી અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે પણ આરોપી વિકાસ શાહ વારંવાર લોકેશન બદલી રહ્યો છે.
Also Read
Crime : કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના બાથરૂમમાં ડસ્ટબિનમાંથી મળ્યો 5 વર્ષની ગુજરાતની બાળકીનો મૃતદેહ
Crime : નિક્કી ભાટી હત્યા કેસમાં પોલીસે આરોપીની સાસુ દયાની ધરપકડ કરી, પુત્રવધૂને સળગાવી દેવામાં પુત્રને કરી હતી મદદ
Crime : એન્કાઉન્ટરમાં ગોળી વાગ્યા બાદ નિક્કીના પતિનો લૂલો બચાવ, મને કોઇ અફસોસ નથી, મે તેને મારી નથી તેવું ગાણું ગાયુ
વિકાસની શોધખોળ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિકાસ બાળકની માતાનો મોબાઈલ લઇ ફરાર થયો હતો અને તેના લોકેશનના આધારે મહારાષ્ટ્ર અને બિહારમાં પણ પોલીસની ટીમો તપાસ માટે પહોંચી છે તો સાથે પરિવારજનોના પોલીસે નિવેદન લઇ વધુ તપાસ શરુ કરી છે.
અઠવાડીયા પહેલા જ વિકાસ સુરત આવ્યો હતો
મળેલી માહિતી પ્રમાણે બિહારના સિવાનમાં આવેલા બરહન ગામના રાજેન્દ્ર શાહ દુબઇમાં નોકરી કરે છે અને તેમની પત્ની દુર્ગાદેવી તથા સંતાનો સાથે સુરતમાં રહે છે. ગયા અઠવાડીયે જ દુર્ગાની મોટી બહેન રબડી દેવી તેના 26 વર્ષના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી.
રમાડવાના બહાને માસૂમને સાથે લઇ ગયો
દરમિયાન ગત 21 ઓગષ્ટે દુર્ગા દેવી પોતાના અન્ય 2 સંતાનોને મુકવા સ્કુલમાં ગયા ત્યારે વિકાસ તેમના 3 વર્ષના નાના પુત્રને રમાડવાના બહાને લઇ ગયો હતો અને ફરાર થઇ ગયો હતો. જેથી તેણે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તપાસમાં જણાયું કે આરોપી વિકાસ દુર્ગાદેવીનો મોબાઇલ પણ લઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં તેના ફોનનું લોકેશન થાણે રેલવે સ્ટેશન મળ્યું હતું.
પિતા દુબઇથી દોડી આવ્યા
દરમિયાન 23 ઓગસ્ટે ટ્રેનના શૌચાલયમાંથી આ 3 વર્ષના માસૂમનો મૃતદેહ મળ્યો હતો જેથી પોલીસે આરોપી આકાશ શાહની શોધખોળ શરુ કરી છે પણ તે અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો હોવાનું જણાયું છે. બીજી તરફ દુબઇ રહેતા માસૂમ બાળકના પિતા પણ તત્કાળ સુરત દોડી આવ્યા હતા. પરિવાર તત્કાળ આરોપીને શોધવાની માગ કરી રહ્યો છે.
સુરતમાં રહેવા માસી સાથે ઝઘડો કર્યો હતો
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વિકાસ ભુતકાળમાં અમદાવાદ અને ગોવામાં નોકરી કરી ચુકેલો છે સપ્તાહ પહેલા તે ફરી સુરત તેની માતા સાથે આવ્યો હતો અને તેણે હવે તે સુરત જ રહેશે તેમ જણાવ્યું હતું જેથી તેની માસીએ અહીં રહેવાની મનાઇ કરી દેતાં બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. આથી તેણે ઉશ્કેરાઇ જઇને આ કૃત્ય કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઇ રહ્યું છે.










