સુરતના ઉદ્યોગપતિ રાજસ્થાનમાં લૂંટાયા હોવાનો બનાવ બન્યો છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી તેમના પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે તેમની સાથે લૂંટનો બનાવ બન્યો હતો.


 ગા઼ડીમાંથી નીચે ઉતર્યા ત્યારે આ બનાવ બન્યો

જાણીતા ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી રાજસ્થાન ફરવા ગયા હતા. તેઓ ઉદેપુર હાઇવે પર પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોડી રાત્રે તેઓ લઘુશંકા કરવા માટે ગા઼ડીમાંથી નીચે ઉતર્યા ત્યારે આ બનાવ બન્યો હતો.

આશિષ ગુજરાતી પર હુમલો કર્યો

તેઓ કારની નીચે ઉતર્યા ત્યારબાગ બાઇક પર કેટલાક શખ્સો તેમની નજીક ધસી આવ્યા હતા અને આશિષ ગુજરાતી પર હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી

3 લાખની મતાની લૂંટ ચલાવી

અચાનક હુમલો થતાં તેઓ ડઘાઇ ગયા હતા. લૂંટારાઓએ તેમની પાસેથી 15 હજાર રોકડા તથા સોનાની વીંટી મળીને 3 લાખની મતાની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ ફરાર થઇ ગયા હતા. આ મામલે ઉદ્યોગપતિએ રાજસ્થાન ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદના આધારે લૂંટારાઓની સામે તપાસ શરુ કરી છે.

પોલીસમાં નોંધાઇ ફરિયાદ

તેમણે પોલીસમાં જે ફરિયાદ નોંધાવી છે તે પ્રમાણે તે સુરતથી ઉદયપુર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે શૌચ માટે કાર રોકી હતી. તે સમયે ત્રણ લૂંટારા એક બાઇક પર આવ્યા હતા અને તેમની નજીક લાઠી લઇને આવીને તમામ પૈસા કાઢવા જણાવ્યું હતું. તેમણે વિરોધ કર્યો તો લૂંટારાઓએ ઉદ્યોગપતિના પરિવારને ધમકાવવાનું શરુ કર્યું હતું. અને જો પૈસા નહી આપે તો આ માણસને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. તે જ વખતે એક શખ્સે તેમની પર હુમલો કર્યો હતો અને તેમને માથામાં ઇજા પહોંચી હતી. આ લૂંટારાઓએ લૂંટી લીધા બાદ ધમકી આપી હતી જો પોલીસ સ્ટેશન જશો તો અમે તમારી પાછળ આવીએ છીએ તમને ત્યાં જ ખતમ કરી દઇશું. તેમને મેઇલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી 



  • Follow us on: