સુરતના ઓલપાડ પાસેના સાયણ ગામમાં ATMમાં ચોરી થતાં હડકંપ મચી ગયો છે. તસ્કરો હવે એટીએમ મશીનમાંથી પણ બિન્ધાસ્ત ચોરી કરી રહ્યા છે. સાયણ ગામના એટીએમમાંથી તસ્કરો 15 લાખ ભરેલી કેશ ટ્રે ઉઠાવી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.


 ઓલપાડ પાસેના સાયણ ગામે આવેલ ATMમાં ચોરી

સુરતના ઓલપાડ પાસેના સાયણ ગામે આવેલ ATMમાં ચોરી થઇ છે. એટીએમમાં ઘુસેલા તસ્કરોએ એટીએમ મશીનને ગેસ કટરથી કાપી રોકડ રકમની ચોરી કરી હતી.

15 લાખ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

મળતી માહિતી પ્રમાણે 15 લાખ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. સાયણમાં આવેલા ખોડિયાર કોમ્પ્લેક્સમાં એસબીઆઈ એટીએમમાં આ ચોરીનો બનાવ બન્યો છે.

ગેસ કટરથી કાપી રોકડ રકમ ભરેલ ટ્રે ઉઠાવી ગયા

તસ્કરો એટીએમ ગેસ કટરથી કાપી રોકડ રકમ ભરેલ ટ્રે ઉઠાવી ગયા હતા જેના પગલે બેંક અધિકારીઓ પણ સ્થળ પર ધસી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઓલપાડ પોલીસ તથા એલસીબી, એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરુ કરી છે.

કારમાં આવેલા 3 થી વધુ તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર

કારમાં આવેલા 3 થી વધુ તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તસ્કરો એટીએમ મશીનને ગેસ કટરથી કાપી રોકડની ટ્રે ઉઠાવી જતા રહેતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.


  • Follow us on: