સુરતમાં અજીબોગરીબ બનાવ બન્યો છે. સુરતના અશ્વનીકુમાર વિસ્તારમાં એક બંધ મકાનમાં ચોરી કરવા માટે ઘુસેલો શખ્સ ગેલેરીમાં જ ફસાઇ ગયો હતો. લોકોએ તત્કાળ પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી હતી અને ચોરને સલામતરીતે ગેલેરીમાંથી ઉતારીને તેની અટકાયત કરી હતી.


ચોરી કરવા ગયેલો ચોર ફસાયો હોવાનો કિસ્સો

સુરતમાં ચોરી કરવા ગયેલો ચોર ફસાયો હોવાનો કિસ્સો બન્યો છે. આ ચોર બંધ મકાનમાં ચોરી કરવા ગયો હતો પણ એક મહિલાની નજર પડી જતાં તેણે બુમાબુમ કરી હતી. મહિલાએ બુમો પાડતા ચોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બીજા માળે મકાન બંધ હોવાથી ગેલેરીમાં જ ફસાઇ ગયો હતો. આખરે ચોરને ફાયરની મદદથી નીચે ઉતારી પોલીસને સોંપાયો હતો.

ચોર મહાશય ત્રીજા માળે આવેલા બંધ મકાનમાં ધોળા દહાડે ચોરી કરવા ઘુસ્યા

આ ઘટના સુરતના અશ્વનીકુમાર વિસ્તારની છે. આ ચોર મહાશય ત્રીજા માળે આવેલા બંધ મકાનમાં ધોળા દહાડે ચોરી કરવા ઘુસ્યા હતા. પણ તે જ વખતે એક મહિલા જોઇ જતાં તેણે બુમાબુમ કરી હતી. હવે આ ચોર ભાઇ ફસાઇ ગયા હતા કે ભાગવું કેવી રીતે. જેથી ચોર ત્રીજા માળે પાઇપ દ્વારા બીજા માળે મકાનની ગેલેરીમાં પહોંચી ગયો હતો.

બીજા માળે મકાન બંધ હોવાથી આ ચોર ગેલેરીમાં ફસાઈ ગયો

જોકે બીજા માળે મકાન બંધ હોવાથી આ ચોર ગેલેરીમાં ફસાઈ ગયો હતો. ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. હવે ચોર ભાઇને કેવી રીતે ફરાર થવું તે મોટો પ્રશ્ન હતો અને ત્યાં સુધી તો લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને બોલાવી લીધી હતી. અંતે ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતાર્યો હતો અને પોલીસને સોંપ્યો


  • Follow us on: