સુરતમાં ચકચાર મચાવનારા અલથાણના છેડતી પ્રકરણમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. સમગ્ર છેડતી પ્રકરણ આમ આદમી પાર્ટીનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર હોવાનું અને ભાજપ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું પૂર્વ આયોજિત ષડયંત્ર રચાયું હોવાનો ઘટસ્ફોટ ઓડિયો ક્લિપ વાયરલમાં થયો હતો.પોલીસની તપાસમાં આમ આદમી પાર્ટીના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે.ઓડિયો ક્લીપમાં મેહુલનો અવાજ હોવાનું પોલીસે જણાવ્યું છે.
શનિવારે બપોર દરમિયાન ભારે ઊહાપોહ મચ્યો
અલથાણમાં સગીરાની છેડતી પ્રકરણમાં શુક્રવારે મોડી સાંજથી લઈને શનિવારે બપોર દરમિયાન ભારે ઊહાપોહ મચ્યો હતો.હવે આખું પ્રકરણ પૂર્વ આયોજિત હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ મામલો હવે આમ આદમી પાર્ટીની મેલી મુરાદ સાથે જોડાયો હોવાનું બહાર આવ્યું છે.આમ આદમી પાર્ટીના જ વોર્ડ નંબર-29ના ઉમેદવાર જીવરાજ પટેલના અંગત માણસનો અન્ય એક વ્યક્તિ સાથેનો સંવાદ ઓડિયો કિલપરૂપે વાયરલ થયો હતો.આ ઓડિયો કિલપમાં થતી વાતો ઘટનાની વાસ્તવિકતા અંગે ઘણું બધું કહી જાય છે. બન્ને વચ્ચેની વાતચીતને જોતાં મુસ્લિમ સમાજને કેન્દ્રમાં રાખીને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.













