તાજેતરમાં સસ્તુ સોનું ખરીદવાની લાલચમાં રાજકોટમાં એક મહિલા ડોક્ટરે જીવ ગુમાવ્યો હતો. હવે સુરતમાં સસ્તુ સોનું વેચવાના નામે છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. શહેરમાં સસ્તા સોનાના વેચાણના નામે 87 લાખની ઠગાઈના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. વરાછા પોલીસે રાહુલ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 16 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યાં છે.
87 લાખની છેતરપિંડીના કેસમાં વધુ એક ઝડપાયો













