સુરતના સચિન વિસ્તારમાં બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું છે તો અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને એમબ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો સચિન નવસારી રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. મહિલાને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે.
સુરતના સચિનમાં સર્જાયો અકસ્માત
સુરતમાં સચિન વિસ્તારમાં બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ઈજાગ્રસ્તો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, તો અકસ્માત થતા આસપસના લોકો મદદે દોડી આવ્યા હતા અને બીજી તરફ ટ્રાફિકજામના દ્વશ્યો પણ સર્જાયા હતા, અકસ્માતમાં કોની બેદરકારી હતી એ દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે, તો મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે.
સુરતના કીમ વિસ્તારમાં પણ અકસ્માત સર્જાયો
સુરતના કીમ વિસ્તારમાં પિકઅપવાન અને બાઈક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો અને આ અકસ્માત બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે સર્જાયો હતો, અકસ્માતમાં બાઈકસવાર 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, તો આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, બીજી તરફ બાઈક સવાર ફુલ સ્પીડમાં આવતો હતો અને ટેમ્પોચાલક ટર્ન મારી રહ્યો હતો ત્યારે બાઈકનો આગળનો ભાગ ટેમ્પાને અડી જતા બાઈક પર સવાર બે લોકો નીચે પટકાયા હતા.