સુરતમાં પોલીસ આરોપીને કોઝવે ખાતે આવેલા પાળા પરથી લઈ જતી હતી. આ દરમિયાન તકનો લાભ લઈને આરોપી પાળા પરથી તાપી નદીમાં કૂદી ગયો હતો. નદીમાં કૂદીને તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. આ ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેથી ફાયર સ્ટેશનની બે ગાડીઓ અને ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. તાપી નદીમાં ફાયર વિભાગની એક બોટ અને સ્થાનિક લોકોની બે બોટ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી હતી. આખરે પોલીસે આરોપીને ત્રણ કલાકની જહેમત બાદ પકડી પાડ્યો હતો.
આરોપીને પકડવા માટે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી













