સુરતના બોરાસરાની કંપનીમાં 2 કામદારના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. અને યોગ્ય વળતર માટે માગ કરી હતી. જ્યારે મૃતદેહ અંકલેશ્વરથી સુરત લઇ જવાઇ રહ્યો હતો. ત્યારે તે સમયે આ વિવાદ સર્જાયો હતો. સમગ્ર ઘટના મામલે જ્યારે પોલીસને જાણ કરાઇ હતી. ત્યારે તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને તપાસ શરુ કરી હતી. હોબાળાને શાંત કરવા માટે પોલીસે મધ્યસ્થતા કરી હતી. પોલીસે આગેવાનો અને પરિવારજનોને અટકાવ્યા હતા. અને સમજાવટ બાદ પોલીસ આગેવાનોને લઈ કંપની તરફ જવા રવાના થઇ હતી.


કંપનીમાં 2 કામદારના મોતથી રોષ

સુરતના બોરાસરાની કંપનીમાં 2 કામદારના મોતથી રોષનો માહોલ જોવા મળ્યો હતો. આ મોત બાદ હોબાળો સર્જાયો હતો. અને મૃતકોના પરિવારજનોએ યોગ્ય વળતર માટે માગણી કરી હતી. જ્યાં સુધી વળતરની માગ પૂર્ણ નહી થાય ત્યાં સુધી આ મૃતદેહ નહી લેવા માટે તેઓએ હોબાળો સર્જ્યો હતો. પરંતુ પોલીસે સમય સૂચકતા સાથે મામલો થાળે પાડ્યો હતો. અને મૃતકોના પરિવારજનોને સમજાવ્યા હતા. લાંબા સમય સુધી પરિવાર સાથે વાત કર્યા બાદ મૃતકોના સ્વજનોએ પોલીસની વાત સ્વીકારી હતી. આગેવાનો કંપની પર જવા રવાના થયા હતા. આ સમગ્ર મામલો શાંત થયા બાદ પણ બાદમાં કોઇ હોબાળો નહી થાય તે માટે કંપનીની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસે મામલો પાડ્યો થાળે

એક તરફ મૃતદેહ અને બીજી તરફ વળતરની માગણી. અને આ બધાની વચ્ચે સર્જાયો હોબાળો. પોલીસે આગેવાનો અને પરિવારજનોને અટકાવ્યા હતા. પરંતુ પોલીસની સમજાવટ બાદ આગેવાનો કંપની પર જવા રવાના થયા હતા. 

  • Follow us on: