સુરતમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે બુટલેગરો પણ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. મહિધરપુરા વિસ્તારમાં બુટલેગર ધવલે સ્થાનિકોને માર મારતા મામલો બિચકાયો હતો. સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઉ હતી. પોલીસને આ મામલે જાણ કરાતા તેઓએ તપાસ શરુ કરી હતી અને CCTV ફૂટેજ સામે આવતા બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ઘર બહાર દારૂ પીવા ના પાડતા બુટલેગર ધવલે સ્થાનિકોને માર માર્યો હતો. બુટલેગરના આતંક સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


સુરત પોલીસને ખુલ્લેઆમ પડકાર

સુરતમાં ખુલ્લેઆમ ગુનેગારો ફરી રહ્યા છે. અને સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો મહિધરપુરા વિસ્તારમાં સામે આવ્યો હતો. આ વિસ્તારમાં બુટલેગરનો આતંક વધુ જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ પોલીસ ગુનાઓને ડામવા માટે કડક એક્શન લઇ રહી છે. ત્યાં બીજી તરફ ગુનેગારો બેફામ બની રહ્યા છે. મહિધરપુરા વિસ્તારમાં બુટલેગર અને સ્થાનિકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં બુટલેગર સ્થાનિકોને માર માર્યો હતો. સ્થાનિકોએ ઘર બહાર દારુ પીવાની ના પાડતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. પોલીસને આ મામલે જાણ કરાતા તેઓએ CCTV ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી.

 

બુટલેગરના આતંક સામે સ્થાનિકોમાં આક્રોશ

સુરત શહેરમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. કાયદો વ્યવસ્થા પોકળ સાબિત થતી હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. બેફામ બની રહેલા ગુનેગારો સામે સ્થાનિકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ ગુનેગારો સામે કોઇ કડક પગલા લેવામાં આવે અને સ્થાનિકોને સુરક્ષા મળે તે માટે કડક કાયદાની માગ કરવામાં આવી રહી છે. 

  • Follow us on: