સુરતના ઉધનામાં એસટી બસ ચાલકે મહિલાનો ભોગ લીધો છે, મહિલા ઉધાન વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન એસટી બસના ડ્રાઈવરે સ્પીડમાં બસ હંકારી હતી અને મહિલાને બસની ટક્કર વાગતા તે નીચે પડી અને ઘટના સ્થળે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં ઉધના પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરતમાં ST બસ ચાલકે લીધો મહિલાનો ભોગ
સુરતના ઉધનામાં ST ચાલકે મોપેડ સવાર મહિલાને કચડી નાખી છે અને મહિલા જીમમાં જતી હતી તે દરમિયાન તેના મોપેડને એસટી બસ ચાલકે ટક્કર મારતા બસ નીચે કચડાઈ હતી અને સારવાર મળે તે પહેલા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ, તો ઉધના પોલીસે અકસ્માતનો ગુનો ડ્રાઈવર સામે નોંધ્યો છે અને ડ્રાઈવરની અટકાયત કરી છે, મૃતક મહિલાની ઉંમર 50 વર્ષીય છે અને સવારના સમયે જીમમાં જઈ રહ્યાં હતા તે દરમિયાન આ ઘટના બની છે.
મૃતદેહને પીએમ માટે ખસેડાયો
તો સમગ્ર ઘટનાની જાણ થતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, મહિલાના પરિવારજનોને પોલીસે પણ જાણ કરી છે અને તેમના નિવેદન નોંધીને મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મહિલાના મૃતદેહને પરિજનોને સોંપવામાં આવશે, ડ્રાઈવરે નશો કરીને બસ હંકારી છે કે કઈ રીતે અકસ્માત કર્યો છે તેને લઈ FSLની પણ મદદ લેવામાં આવશે, આ ઘટનામાં પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.