ગુજરાતમાં કોરોના કેસમાં સતતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા. જેમાં સુરતમાં નવા 8 કેસ અને વડોદરામાં નવા 11 કોરોનાના કેસ નોંધાયા. રાજ્યભરમાં મે મહિનાથી કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 717 એક્ટિવ કેસ છે. 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.


સુરતમાં વધ્યા કોરોનાના કેસ

રાજ્યમાં અમદાવાદ કોરોનાનું એપિસેન્ટર બન્યુ છે. પરંતુ હવે અમદાવાદ બાદ સુરત અને વડોદારમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં એક જ દિવસમાં નવા 8 કેસ નોંધાયા. જેમાં ચારધામ યાત્રાથી પરત ફરેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. આ બાદ ચારધામ યાત્રા કરનાર અન્ય શ્રદ્ધાળુઓ પણ કોરોનાથી સંક્રમિત હોવાનું અનુમાન છે. શહેરમાં મુસાફરી કરનાર અથવા આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનાર લોકોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. 

મહિલા જજ અને સામાજિક કાર્યકર કોરોના પોઝિટિવ

અગાઉ સુરતમાં મહિલા જજનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. મહિલા જજ દ્વારકાથી પરત આવ્યા બાદ સામાન્ય શરદી અને ઉધરસ થતા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ પરીક્ષણ દરમિયાન મહિલા જજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમઆઈસોલેટ કરાયા. આ ઉપરાંત એક એક મહિલા સામાજિક કાર્યકર કે જેઓ કોલ્હાપુરથી પરત આવ્યા બાદ સ્વાસ્થ્ય બગડતા મેડિકલ ચેકઅપવ કરવા દરમિયાન કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો.

આરોગ્ય વિભાગની સતર્ક રહેવા અપીલ

આ સાથે સુરતમાં કોરોનાના કુલ 50 પોઝિટિવ કેસ નોંધાયા. કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી. અધિકારીએ કહ્યું કે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનના સબ લિંક પ્રકારનો વાયરસ વધુ જોખમી નથી. હોસ્પિટલોમાં કોરોના વાયરસને લઈને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. લોકોએ અત્યારના દિવસોમાં સ્વાસ્થ્ય મામલે બેદરકારી ના દાખવતા માઇલ્ડ લક્ષણ હોય તો મેડિકલ તપાસ કરવાનું સૂચન કર્યું. તેમજ વાયરસના જોખમથી બચવા લોકોને ભીડવાળી જગ્યાઓ પરથી દૂર રહેવાની અપીલ કરી હતી. 

  • Follow us on: