સુરતમાં એક શખ્સે આપઘાત કરવાની ઘટના સામે આવી છે. શહેરના વેસુ વિસ્તારમાં 25 વર્ષીય યુવાનની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવાનની આપઘાત ઘટનાને પગલે વેસુ પોલીસ તપાસ હાથ ધરી. પોલીસ યુવાનના આપઘાતને લઈને પરિવારજનોની પૂછપરછ કરી. જેમાં આપઘાતનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી.


યુવાનનો આપઘાત

મળતી માહિતી મુજબ વેસુમાં રહેતા 25 વર્ષીય બારીયા નામના યુવકે આપઘાત કર્યો. પોલીસને આ મામલાની પ્રાથમિક તપાસમાં યુવકના આપઘાતનું કારણ જાણવા મળ્યું. યુવકના મોટા ભાઈ કિરણભાઈ લક્ષ્ણમણભાઈએ આ મામલે પોલીસને જણાવ્યું કે ગતમોડી રાત્રે મારા નાના ભાઈ અને તેની પત્ની વચ્ચે બબાલ થઈ હતી. નાના ભાઈની પત્ની નાઈટમાં કામ કરવા જાય છે. જયારે તે ગતરોજ કામ પરથી ઘરે પરત ફરી ત્યારે નાના ભાઈ વિજયે પત્ની પાસેથી જમવાનું માગ્યું હતું.

જમાવાનું ના આપતા થયો ઝગડો

પરંતુ તેની પત્ની જમવાનું આપ્યું ના હોવાથી બંને વચ્ચે મોટો ઝગડો થયો હતો. ગતરોજ પતિ-પત્ની વચ્ચે ઝગડો થયા બાદ વિજયની પત્ની ઘરના ઉપરના માળ પર જતી રહી. જ્યારે વિજય નીચે જ રહ્યો. વિજય અને તેની પત્ની વચ્ચે જમવા બાબતે ઝગડો વધુ ઉગ્ર બન્યો હતો. વિજયની પત્નીએ જમવાનું ના આપતા તેને લાગી આવ્યું અને પત્ની ગુસ્સામાં ઉપર જતી રહેતા વિજયે ઘરના એક રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.

સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

મૃતક યુવકના ભાઈએ જણાવ્યું કે મારા ભાઈના લગ્નને સાત વર્ષ થયા છે. તેના લગ્ન 2018માં લગ્ન થયા હતા અને તેને ત્રણ સંતાનો છે. વિજયે આપઘાત કરતા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી. અલથાણ પોલીસ ઘટના સ્થળે આવી યુવકના મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી. જમવાને લઈને થયેલ સામાન્ય બબાલનો કેવો દુઃખદ અંજામ આવ્યો તે જોઈ પોલીસ પણ આશ્ચર્ય ચકિત છે. એક અધિકારીએ કહ્યું કે આજકાલ લોકોમાં સહનશક્તિ અને સમજણશક્તિ ઓછી થઈ છે. લોકો એટલા અધીરા બન્યા છે કે નાની-નાની વાતમાં હત્યા અને આત્મહત્યાના કિસ્સા બની રહ્યા છે.

Disclaimer: આત્મહત્યા કરવો એ ગુનો છે પણ સમાચાર માધ્યમ હોવાને લઇ સારા અને ખરાબ બંને ન્યૂઝ બતાવવા હોવાથી જાગીર તરીકે ફરજમાં આવે છે.. આત્મહત્યા કરવા જેવી સ્થિતિમાં સરકારે જાહેર કરેલી હેલ્પલાઇનનો ખાસ ઉપયોગ કરો..

  • Follow us on: