સુરતમાં હીરા છેતરપિંડીમાં વડગામનો વેપારી દિલ્હીથી ઝડપાયો છે જેમાં હીરા દલાલ રવિ વઘાસિયાની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે, સસ્તા ભાવે હીરા ખરીદવામાં ધનરાજ રાઠોડ ભેરવાયો હતો અને પેમેન્ટ માટે કોલ કરતા રવિ વઘાસિયા વાયદા કરતો હતો તો રવિ વઘાસિયાએ વેપારીઓના કરોડોના હીરા ચાઉં કર્યા અને રવિ વઘાસિયા, વેપારી જોનિભાઈ સામે ગુનો નોંધ્યો હતો.
સુરતમાં હીરા ચીટિંગના કેસોના સતત વધારો
સુરતમાં 6 કરોડના હીરાની છેતરપિંડીમાં વડગામનો વેપારી દિલ્હીથી પકડાયો છે, હીરાદલાલ રવિ વઘાસિયાની પૂછપરછમાં ધનરાજ રાઠોડનું નામ ખૂલ્યું છે અને હીરાદલાલ રવિ ચોગઠ પાસેથી સસ્તા ભાવે હીરા ખરીદવામાં ધનરાજ રાઠોડ ભેરવાયો હતો તો પાકતી મુદતે પેમેન્ટ માટે કોલ કરતા રવિ વઘાસિયા વાયદાનો વેપાર કરતો હતો અને હીરાબજારમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, દલાલ રવિ વઘાસિયાએ અન્ય હીરા વેપારીઓના પણ કરોડોના હીરા ચાંઉ કર્યા છે, ફરિયાદી આકાશ સંઘવીએ ફરિયાદ આપતા હતી તો ક્રાઈમ બ્રાંચે દલાલ રવિ ગણેશ વઘાસિયા અને સાંઈ ડાયમંડના દિલ્હીના વેપારી જોનિભાઈ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.
રવિએ ઘણા લોકોના હીરા ચાઉં કર્યા છે
રૂ. 6.21 કરોડના હીરાના ચીટિંગમાં ઈકો સેલે દિલ્હીથી મૂળ વડગામના વેપારીની ધરપકડ કરી હતી. હીરાદલાલ રવિ ચોગઠ પાસેથી સસ્તા ભાવે હીરા ખરીદવામાં ધનરાજ રાઠોડ ભેરવાયો હતો. સિટીલાઈટમાં જાની ફરસાણ પાસે ફાલ્કન એવન્યુમાં રહેતા આકાશ અશોકભાઈ સંઘવી (૩૨) હીરા વેપારી છે. મહિધરપુરામાં દાલગીયા મહોલ્લા ખાતે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં આદિ જેમ્સના નામથી તેઓ નેચરલ હીરાનો વેપાર કરે છે. હીરાદલાલ રવિ ગણેશભાઈ વઘાસિયા સાથે એપ્રિલ-2025માં પરિચય થયો હતો. રવિ વઘાસિયાએ દિલ્હી ખાતે સાઈ ડાયમંડ નામે વેપાર કરતા જોનીભાઈને બ્રાઉન હીરાની જરૂરિયાત હોવાની વાત કરી હતી.
34 લાખના હીરાનો માલ દિલ્હીના જોનીભાઈને મોકલી આપ્યો હતો
રવિ વઘાસિયાના કહેવાથી રૂ. 34 લાખના હીરાનો માલ દિલ્હીના જોનીભાઈને મોકલી આપ્યો હતો અને બાદમાં હીરા પસંદ પડતા સોદો ફાઈનલ થયો હતો. ત્યારબાદ રવિ વઘાસિયા હસ્તક સુરતના વેપારી જેનિશને 13.30 લાખના બાઉન હીરા મોકલી આપ્યા હતા. પાકતી મુદતે પેમેન્ટ માટે કોલ કરતા રવિ વધાસિયા વાયદાનો વેપાર કરતો હતો. હીરાબજારમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, દલાલ રવિ વઘાસિયાએ અન્ય હીરા વેપારીઓના પણ કરોડોના હીરા ચાંઉ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.