સુરતમાં ફાયરવિભાગની સરહાનીય કામગીરી સામે આવી છે. પોલીસ અને ફાયરવિભાગે એક યુવકનું રેસક્યૂ કર્યું. આ યુવકે વેડ વરિયાવ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. દરમિયાન એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આ મામલો સામે આવતા તેમણે ફાયરવિભાગને કોલ કર્યો. અને ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી જઈ યુવકનો બચાવ કર્યો. જેના બાદ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલ્યો. જેના બાદ પોલીસે આપઘાતનું કારણ જાણવા યુવકની પૂછપરછ કરશે.


બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ

મળતી માહિતી મુજબ વેડ વરિયાવ બ્રિજ પરથી નીચે નદીમાં એક યુવકે મોતની છલાંગ લગાવી હતી. જો કે જાગૃત નાગરિક અને ફાયરવિભાગના પ્રયાસ થી યુવક ને બચાવી લેવામાં આવ્યો. આ યુવક નદીમાં કૂદતા પહેલા બ્રિજ પર આંટાફેરા મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે બ્રિજ પર મોડી સાંજ બાદ એક યુવક ત્યાં સતત આંટાફેરા મારતો હતો. બ્રિજ પર ટ્રાફિકની અવરજવર ઓછી થતા યુવકે બ્રિજ પરથી નીચે નદીમાં પડતું મૂકયું. એક જાગૃત નાગરિકે યુવકની આ હરકત જોઈ. જો કે પોતે નદીમાં કૂદી તેને બચાવી શકે તેમ ના હોવાથી ફાયર વિભાગને જાણ કરી હતી. અને તુરત જ ફાયર વિભાગ પણ એકશનમાં આવતા પોતાની ટીમ સાથે બનાવ સ્થળ વેડ વરિયાવ બ્રિજ પાસે પહોંચી ગયા.

જાગૃત નાગરિકના પ્રયાસથી યુવકનો બચાવ

યુવકના બ્રિજ પર પડતા મૂકવાની ઘટનાને લઈને ત્યાં લોકોની ભીડ ભેગી થઈ હતી. ફાયરવિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ ત્યાં હાજર લોકોએ ફાયરની ટીમને જાણ કરી અને યુવક કઈ બાજુ હશે તે શોધવામાં મદદ કરી. રાત્રિનો સમય હોવાથી ફાયરફાઈટરોને નદીમાં કૂદેલ યુવકને શોધવામાં થોડો સમય લાગ્યો. પરંતુ અંતે તેમની મહેનત ફળી યુવકને નદીમાં તણાતો બચાવી લેવાયો. વેડ વરિયાવ બ્રિજ પરથી નદીમાં પડતૂ મૂકી આપઘાત કરનાર યુવક માટે જાગૃત નાગરિક જીવન રક્ષક બન્યો. આ જાગૃત નાગરિકે ફાયર વિભાગને જાણ કરતા તેને સમયસર બચાવી લેવામાં આવ્યો. જો કે યુવકનું રેસકયૂ કર્યા બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક તંગી, પ્રેમમાં નિષ્ફળતા કે પછી પરિવારના કલેશ આખરે કયા કારણોસર યુવકે કંટાળીને પોતાનો જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો તેને લઈને પોલીસ યુવકની પૂછપરછ કરશે.

  • Follow us on: