સુરતમાં ફરી આગ લાગવાની ઘટના બની હતી જેમાં સેન્ટ્રલ પ્લાઝા હોટલમાં આગ લાગી હતી તો હોટલમાં આગ લાગતા 16 લોકોના રેસ્કયુ કરવામાં આવ્યા હતા અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી હતી તો ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતના અલથાણ વિસ્તારમાં લાગી હતી આગ
સુરતના અલથાણ સેન્ટ્રલ પ્લાઝા હોટલમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે દોડધામ મચી હતી, સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લોકો હોટલની બહાર દોડયા હતા અને હોટલની અંદર રહેલા 16 લોકોનું રેસ્કયુ પણ કરવામાં આવ્યું હતુ, મહત્વની વાત તો એ છે કે આગ લાગવાના કારણે હોસ્પિટલની અંદરનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ફાયર વિભાગની ટીમે લોકોને બહાર કાઢયા હતા અને આગને કાબુમાં લીધી હતી.
શોર્ટ સર્કિટથી લાગી આગ
તો ફાયર વિભાગની અધિકારીના જણાવ્યા અનુસાર આ આગ શોર્ટ સર્કિટથી લાગી હતી, વાયરિંગ નબળુ હોવાના કારણે આગ લાગી હતી, જો આગે વધારે પ્રસરી હોત તો જાનહાની પણ થઈ શકી હોત પરંતુ સમયસર રેસ્કયુ કરી દેવામાં આવ્યું જેના કારણે લોકોના જીવ બચી ગયા, ઘણા કિસ્સાઓમાં એવુ સામે આવ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે ત્યારે દર મહિને મોટી હોટલો, શાળા, મોલમાં સંચાલકોએ ઈલેકટ્રીશિયન પાસે સમયસર વાયરિંગ ચેક કરાવવું જોઈએ જેના કારણે ખબર પડે કે કોઈ મોટી તકલીફ તો નથી ને.