સુરત શહેરમાં GSTનો ડેટા વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે. શહેરમાં GSTR ડેટા વેચવાનું કૌભાંડ પકડાયું છે. છેલ્લા ત્રણ મહિનામાં સેલ્સ ડેટા આઠ હજાર રૂપિયામાં વેચાયા છે. ઈ-વે બિલના ડેટાની 15 હજાર કિંમત હોવાનું પણ જાણવા મળ્યું છે. સિંગલ ઈ-વે ડેટા બિલ માટે રુ.3 હજારની વસૂલાત કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે ચાર્ટડ એકાઉન્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ડેટા વિદેશમાં મોકલાતા હોવાનો આક્ષેપ કરાયો છે. GST પોર્ટલ પણ સુરક્ષિત ન હોવાની રાવ ઉઠી છે.
GST ડેટા વેચવાનું કૌભાંડ બહાર આવતા ફરિયાદ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં GST ડેટા વેચવાનું કૌભાંડ બહાર આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ત્રણ મહિનાના GSTR-1ના સેલ્સ ડેટા માટેની 8 હજારની વસુલાત કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈ-વે બિલ બિલના ડેટા ના 15 હજાર અને સિંગલ ઈ-વે ડેટા બિલના ત્રણ હજારની વસૂલાત કરાઈ હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે. ફરિયાદમાં આ ડેટાનો ઉપયોગ વિદેશી કંપનીઓ કરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી
રાજ્યમાં વેપારીઓ દ્વારા સમગ્ર મહિનામાં જે માલનું ખરીદ વેચાણ કર્યું હોય તેની તમામ વિગતો GSTR-1માં ભરવામાં આવે છે. આ અંગે ચાર્ટડ એકાઉન્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા આ કૌભાંડની તપાસ કરવા પણ જણાવાયું છે. GSTનો ડેટા વિદેશીમાં મોકલાતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. એસોસિએશનના સુત્રો GST પોર્ટલ પણ સુરક્ષિત ન હોવાનું જણાવી રહ્યાં છે.