સુરતમાં સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરોની અનેક ફરિયાદો તંત્રને મળતી હતી. ડ્રાઈવરો અને કંડક્ટરો મુસાફરોને હેરાન કરતા હોવા અંગેની ફરિયાદો મળી હતી. જેના કારણે તંત્ર દ્વારા છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા હતાં. હવે સિટી બસના 218 ડ્રાઈવરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યાં છે. લોકોએ તંત્રને કંડક્ટરો ટિકિટ નહીં આપતા હોવાની પણ ફરિયાદો કરી હતી.
સુરતમાં સિટી બસના 218 ડ્રાઈવર બ્લેકલિસ્ટ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં સીટી બસના ડ્રાઈવર દ્વારા યાત્રીઓને પરેશાન કરવાની ફરિયાદો મળી હતી. તે ઉપરાંત બસના કંડક્ટરો પણ મુસાફરોને હેરાન કરતા હોવાની પણ અઢળક ફરિયાદો તંત્રને મળી હતી. જેને લઈને છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતાં. હવે લોકોની ફરિયાદના આધારે મહાનગર પાલિકા દ્વારા સિટી બસના 218 ડ્રાઈવરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યાં છે.
ટિકિટ નહીં આપતા હોવાની ફરિયાદ લોકોએ કરી
સુરતમાં સિટી બસમા લોકોને ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા અનેક પ્રકારની હેરાનગતિનો ભોગ બનવું પડે છે. જેની અનેક ફરિયાદો મુસાફરો દ્વારા કરવામા આવતી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નહોતી. લોકોમાં વધી રહેલા રોષને જોઈને તંત્ર એક્શનમા આવ્યું હતું અને 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા હતાં. લોકોએ ટિકિટ નહીં આપવા અંગેની સૌથી વધુ ફરિયાદો કરી હતી. પાલિકાના કરોડોના ખર્ચ છતાં પણ ટિકિટના દૂષણને લીધે મોટુ નુકસાન થતું હતું. હવે લોકોની ફરિયાદના આધારે 218 ડ્રાઈવરોને બ્લેક લિસ્ટ કરીને ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.