સુરતમાં હત્યાની ઘટનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ક્રાઇમ રેટ વધતા પોલીસની કામગીરી અને સુરક્ષા કાયદા પર પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. સુરતના કામરેજમાં ઉંભેળ ગામે મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. શેરડીના ખેતરમાંથી આ મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ શરુ કરાઇ છે. મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
સુરતમાં વધુ એક હત્યાની ઘટના













