સુરતમાં ઘણીવાર ગેરકાયદેસર રીતે મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. જે મામલે સુરત પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે સુરતના પાંડેસરામાંથી કૂટણખાનું ઝડપાયું હતું. પાંડેસરા પોલીસે વડોદ ગામના એક આવાસમાંથી કુટણખાનું ઝડપી લીધું હતું. પાંડેસરા પોલીસે કુટણખાનામાંથી કુલ 7 મહિલાઓને મુક્ત કરાવી હતી.


સુરતમાં કુટણખાનું ઝડપાયું

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના વડોદ ગામમાં એક કુટણખાનું ચાલતું હતું. 3 આરોપીઓ દ્વારા કુટણખાનામાં 7 મહિલાઓ પાસેથી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. તેમજ પોલીસની મળેલી બાતમી મુજબ વડોદમાં કુટણખાનું છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું હતું.તો અગાઉ પણ પોલીસને કુટણખાનું ચાલતું હતું. તેની બાતમી મળી હતી.પાંડેસરા પોલીસ જ્યારે આરોપીઓને પકડવા જતી તેઓ ફરાર થઈ જતા હતા. કારણ કે, વડોદ ગામના આવાસ એક બીજા બિલ્ડીંગથી જોડાયેલા છે.

પાંડેસરા પોલીસે આરોપીઓન ેઝડપ્યા

પાંડેસરા પોલીસે ઘરની ઘેરાબંધી કરી કુટણખાણું ઝડપી પાડ્યું હતું. હાલ પોલીસે કુટણખાણું ચલાવતા 4 પૈકી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો એક આરોપીને પાંડેસરા પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી. તો દેહવ્યાપાર કરાવતા 3 સંચાલકો સહિત 5 ગ્રાહકોની પણ કુટણખાનામાંથી અટકાયત કરવામાં આવી છે. તો અગાઉ પણ સુરતમાં કુટણખાનું ઝડપાયું હતું. જેમાં આરોપીઓ સુરતના પાલનપુર જકાતનાકા પાસે આવેલી બિલ્ડીંગમાં થાઈ યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતા હતા. જેને સુરત પોલીસે ઝડપી લીધા હતા.

  • Follow us on: