સુરતમાં અવારનવાર સગીરાઓના અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ બને છે. જેમાં આરોપીઓ સગીરાને લગ્નની લાલચે બહેલાવી ફોસલાવીને તેમનું અપહરણ કરીને તેમનું શોષણ કરે છે. તેવા ઘણા બનાવોમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બને છે.
વધુ એક ચૌંકાવનારી ઘટના સુરતમાં બની છે. સુરતમાં એક સગીરાને આરોપી લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો. જે મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેમજ આરોપીની અટકાત કરી લેવામાં આવી હતી.













