ટ્રાફિકની નજરમાંથી બચવા માટે વાહન ચાલકો ઘણીવાર અવનવા કિમીયા અજમાવતા હોય છે. જેના લીધે મેમોથી બચી શકાય. જેના લીધે વાહન ચાલકો મેમો અને પોલીસથી બચી જાય છે. તો સુરતમાં મેમોથી બચવા માટે રત્નકલાકારે અનોખો કિમીયો અજમાવ્યો હતો. જે મામલે આરોપી રત્ન કલાકાર ઝડપાયો હતો.
મેમોથી બચવા રત્નકલાકારે અપાનાવી તરકીબ
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં એક રત્નકલાકારની અનોખી કરતૂસ સામે આવી છે. રત્નકલાકારે મેમોથી બચવા માટે ચાલાકી વાપરી હતી. રત્નકલાકાર મેમોથી બચવા માટે બીજા કોઈ વ્યક્તિની ગાડીની નંબર પ્લેટ લગાવીને ફરતો હતો. જ્યારે ઓરિજિનલ ગાડી માલિકને ત્યાં 5 મેમો આવતા હકીકત સામે આવી હતી. જે મામલે ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે રત્નકલાકારને ઝડપી લીધો
વરાછા પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, રત્નકલાકાર મેમોથી બચવા માટે બીજાની ગાડીની નંબર પ્લેટ લગાવી હતી. જ્યારે ફરિયાદીને 29 એપ્રિલ, 2, 5, 20, 21 અને 27 માર્ચના આવા મેમો મળ્યા હતા. મેમોના સમયગાળા દરમિયાન રત્નકલાકારની મોપેડ ઘરમાં જ રહેતી હતી. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે, કાપોદ્રા વિસ્તાર રહેતા પ્રિતેશ હિંમત સીતાપરા નામના રત્નકલાકાર પાસે મોપેડ છે.
રત્નકલાકાર સામે કાર્યવાહી
આરોપી રત્નકલાકાર પોતાની મોપેડ પર ફરિયાદીની નંબર પ્લેટ લગાવીને ખુલ્લેઆમ ફરતો હતો. પોલીસે આ મામલે રત્નકલાકાર પ્રિતેશ હિમત સીતાપરાનું નિવેદન નોંધ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબુલ્યું કે, ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે બીજાની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.હાલ રત્નકલાકાર પ્રિતેશ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વરાછા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.